સ્ટેમ્પ ડયૂટીના દરમાં ઘટાડો, પેટ્રોલ-ડીઝલ પરનો સેસ દૂર કરાવાની, ઈલેક્ટ્રિસિટી ડયૂટીના દરમાં ઘટાડાની સંભાવના
૧.૧૧થી ૧.૨૦ લાખ કરોડ બજેટનું કુલ અંદાજિત કદ
પ૩થી પપ હજાર કરોડ વાર્ષિક યોજનાનું અંદાજિત કદ
૨પથી ૨૮ હજાર કરોડ દેવામાંથી મેળવવવાનો અંદાજ
રાજ્ય સરકારના પ્રથમ બજેટ સત્રનું ૨૦મીના બુધવારથી પ્રારંભ થશે.
નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં વર્તમાન વર્ષ ૨૦૧૩-૧૪નું પ્રથમ
વાર્ષિક બજેટ બુધવારે રજૂ કરશે. ૨૦૦૨માં નાણામંત્રી તરીકે સંખ્યાબંધ રાહતો
આપનારા નીતિન પટેલ પાસે આ વખતે પણ લોકોને ઘણીમોટી વેરારાહતોની અપેક્ષા છે,
જે તેમના માટે એક કસોટી સમાન બની રહેશે.
આ બજેટનું કુલ કદ અંદાજે રૂ. ૧.૧૧ લાખ કરોડથી ૧.૨૦ લાખ કરોડ જેટલું
રહેવાની સંભાવના છે. એવી જ બજેટનો મુખ્ય ભાગ ગણાતી વાર્ષિક યોજનાનું કદ
આશરે પ૩થી પપ હજાર કરોડ જેટલું રહી શકે છે. દેશભરમાં વધતી જતી મોંઘવારી
માટે મુખ્યમંત્રી મોદી અને ભાજપ જ્યારે કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારની
નીતિઓને જવાબદાર ગણાવી રહ્યા છે ત્યારે આર્થિક રીતે સધ્ધર મનાતા અને
પુરાંત સાથેના બજેટ રજૂ કરતાં ગુજરાતની પ્રજા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ,દવાઓ
સસ્તી થાય, લોકોને સસ્તાં મકાનો મળે તે માટે જંત્રીના ઘટાડો થાય, મિલકતોની
નોંધણી માટેની સ્ટેમ્પ ડકૂટી-રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરાય, વીજળી સસ્તી
મળે અને રાંધણ ગેસના બાટલા વધુ મળે તે સહિતની વેરા રાહતની અપેક્ષા રાખી
રહી છે. હવે રાજ્ય સરકાર તેમાં કેટલી હદે ખરી ઉતરે તેનો ફેંસલો ૨૦મીના, રજૂ
થનારા બજેટમાં જાહેર થઈ જશે.
બજેટની આશરે ૬૭ ટકા રકમ વિકાસશીલ તરીકે અને ૩૩ ટકા રકમ બિનવિકાસશીલ
ખર્ચ તરીકે ફાળવાય તેવી સંભાવના છે. આ વખતે આશરે ૨પથી ૨૮ હજાર કરોડ રૂપિયા
દેવું કરીને મેળવાશે એમ મનાય છે પરિણામે રાજ્યનું કુલ દેવું ૧.પ૦ લાખ
કરોડને આંબી જાય તેવી સંભાવના છે. સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ પોલિસી
તથા યુથ નીતિ જાહેર કરે તેવી પણ શક્યતા છે. પરવડે તેવા મકાનોની નીતિ માટે
સરકાર આશરે ૭૦૦થી ૯૦૦ કરોડની જોગવાઈ કરશે.
લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતના મુખ્યમંત્રી મોદી વડાપ્રધાન
પદના ભાજપના સંભવિત ઉમેદવાર મનાય છે ત્યારે તેઓ ગુજરાતના મતદારોને આકર્ષવા
પ્રયત્ન કરે તેવી સંભાવના છે. જેના અનુંસધાન બજેટમાં સ્ટેમ્પ
ડયૂટી-રજિસ્ટ્રેશન ચાર્જ, જંત્રી તથા પેટ્રોલ-ડીઝલ પરના સેસમાં ઘટાડો કરાય
તથા તેની સામે તમાકુ-તેની બનાવટો, મનોરંજન કર ઉપરાંત ઈલેક્ટ્રીસિટી
ડયૂટીમાં વધારો કરાય એમ મનાય છે.
બજેટનું કુલ કદ કેટલું હશે?
વર્ષ ....................... કુલ કદ (રૂ. કરોડમાં)
૨૦૧૧-૧૨ ................... ૮૧,૨૭૯.૮૦
૨૦૧૨-૧૩ ................... ૧,૦૧,૧૩પ
૨૦૧૩-૧૪ ................... ૧.૧૦થી ૧.૧પ લાખ
બજેટમાં કઈ નવી જાહેરાત થઈ શકે છે ? : સ્ટેમ્પ ડયૂટી-રજિસ્ટ્રેશન ફી, પેટ્રોલ-ડીઝલ પરનો સેસ, ગેસના સિલિન્ડરની સંખ્યામાં વધારો
એફોર્ડેબલ હાઉસિંગની નીતિની જાહેરાત થશે :
વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા
પાંચ વર્ષમાં પ૦ લાખ સસ્તાં મકાનો આપવાની જાહેરાત કરી હતી. અર્થાત એક
વર્ષમાં ૧૦ લાખ મકાનો બનાવવા માટે આ વખતના બજેટમાં નવી એફોર્ડેબલ હાઉસિંગ
પોલિસીની જાહેરાત કરાય અને તે માટે બજેટમાં આશરે ૭૦૦થી ૮૦૦ કરોડની જોગવાઈ
કરાશે તેમ મનાય છે.
શું સસ્તું થવાની અપેક્ષા છે ?
વીજળી : દેશમાં સૌથી વધુ વીજ-ડયૂટી ગુજરાતમાં લેવાતી હોવાથી સૌથી
મોંઘી વીજળી ગુજરાતમાં વેચાય છે અને ઊર્જા વિભાગે આ અંગેની દરખાસ્ત પણ
સરકાર સમક્ષ રજૂ કરી છે ત્યારે આ વખતે ઈલેક્ટ્રીસિટી ડયૂટીમાં ઘટાડો થાય
તેવી અપેક્ષા સરકાર પાસેથી રખાય છે.
પેટ્રોલ-ડીઝલ પરના સેસની નાબૂદી, વેટમાં ઘટાડો :
ગુજરાત સરકારને જે વેટની કુલ આવક મળે છે, તેમાં ૪૪ ટકા હિસ્સો તો
માત્ર પેટ્રોલ-ડીઝલ પર વસૂલાતા વેટ અને સેસની આવકની હોય છે. દેશના દિલ્હી
સહિતના રાજ્યોએ જ્યારે પેટ્રોલ-ડીઝલના વેટના દરમાં ઘટાડો કર્યો છે ત્યારે
ગુજરાત જેવા રાજ્યમાં મોંઘવારી પીસાતી પ્રજા માટે સરકાર પાસેથી પેટ્રોલ પર
લેવાતો ૨ ટકા, ડીઝલ પરનો ૩ ટકા સેસ નાબૂદ કરાય તથા પેટ્રોલ પરના ૨૩ ટકા અને
ડીઝલ પરના ૨૧ ટકા વેટના દરમાં ઘટાડો કરાય તેવી અપેક્ષા છે.
No comments:
Post a Comment