Thursday, August 27, 2020

સરળ અધિકારી, વિરલ વ્યક્તિત્વ.. એટલે શ્રી ધર્મેન્દ્રભાઈ સરડવા સાહેબ.

 *


*

1995 માં હું  પ્રાથમિક શિક્ષક તરીકે રોઝડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમાયો. 1 માસ પછી લાલપુર જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં એક પ્રદર્શન કૃતિ અને શિક્ષકોના નિબંધલેખન વિભાગ એમ કુલ બે વિભાગમાં અમે પ્રથમ આવ્યા. એ જ અરસામાં જિલ્લામાંથી એક અધિકારીએ રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં  જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરવાનું હતું ત્યારે જામનગર જિલ્લામાંથી શ્રી સરડવા સાહેબ અમારી સાથે રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં સુરત શારદાયતન સ્કૂલ ખાતે 3 દિવસ  રહ્યા. એ અમારી પહેલી ઓળખ. પણ જાણે વર્ષોથી ઓળખતા હોય એવો સહજ અને પોતીકો એમનો વ્યવહાર ક્યારેય ન ભુલાય. 

1996 માં સાહેબ કેળવણી નિરીક્ષક તરીકે જામનગરથી બદલી થઈને ભાણવડ આવ્યા. હું રોઝડા પ્રાથમિક શાળામાં છેલ્લો શિક્ષક.. મને બરાબર યાદ છે એ વખતે સાહેબ પાસે બજાજ ચેતક વાહન હતી. સરડવા સાહેબે માત્ર મને નહીં આખા તાલુકાના પ્રયોગશીલ અને કામ કરતા શિક્ષકોને ખૂબ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ દિવસોમાં બાલમિત્ર વર્ગ એક નવી સંકલ્પના તરીકે wall painting દ્વારા ધોરણ 1 અને 2 નું કન્ટેન્ટ દીવાલ પર ચિત્ર દ્વારા તૈયાર કરવામાં આવતું. સમગ્ર ભાણવડમાં અંગત રસ લઇને સૌથી વધુ બાલમિત્ર વર્ગ ભાણવડ તાલુકામાં બનાવવાનો શ્રેય સરડવા સાહેબ ને જાય.. એમની સાથે એ વખતે પી.એન. માણેક સાહેબ અને ડી.બી. દુધરેજીયા સાહેબ પણ જોડાતા. આ ત્રિપુટી તાલુકાની શૈક્ષણિક સજ્જતા માટે ખૂબ કામ કર્યું છે. હું મારી વાત કરું તો મારો અંગત અનુભવ સાહેબ આપને કાયમી પોતાના લાગતા. એ વખતે રોઝડા ગામ , પ્રાથમિક શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓમાં સાહેબ સહભાગી થતા. 2 થી 3 વાર સાહેબે બાલમિત્ર વર્ગ અને નવરાત્રી વખતે રાત્રી રોકાણ પણ કર્યું છે. હું રોઝડા ના બાળકો માટે નાની કોમ્પિટિશન રાખતો અને સાહેબ ને આમંત્રણ આપતો ત્યારે સાહેબ એ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન માટે આવે જ. સાથે સાથે મારી સ્કૂલના કેટલાક બાળકોને એ નામ થી ઓળખે. અમને ખૂબ ગૌરવ થતું અને કામ કરવાનો ઉત્સાહ ડબલ થઈ જતો. એ વખતે અમને એક્સટર્નલ અભ્યાસ માટેની પ્રેરણા સાહેબ પાસેથી મળી છે. એ વખતે સાહેબ પણ M.ed કરતા.એમના એમ. એડ.ના ડેઝરટેશન માં મદદ કરવાનો પણ મોકો મળતો.  એમના એ પ્રોત્સાહન થકી હું ptc પછી MA અને બી.એડ. કરી શક્યો. હું એ વખતે પાછતર સીઆરસીમાં કાર્યકારી સીઆરસી તરીકે કામ કરતો મારા તાલીમ દરમ્યાન કેટલાક શિક્ષકોના ખોટા હસ્તક્ષેપને ખૂબ જ ગંભીરતાથી મારા પક્ષે stand લઇને solve કર્યા છે. હું તાલીમ કે અન્ય શિક્ષણના કામ સર લેટ પડું તો એમના ઘર જામનગર અને ભાણવડ માં પણ 3 થી 4 વાર night રોકાણ કર્યું છે. આટલું સહજ અને મળતાવડું વ્યક્તિત્વ એક અધિકારી તરીકે મારી life માં ક્યાંય જોયું નથી. શિક્ષક સાથે સાથે પોતાનો અભ્યાસ અને gpsc શિક્ષણ સેવા વર્ગની પરીક્ષાઓ આપવામાં સાહેબનું માર્ગદર્શન રહ્યું છે. 2000માં સાહેબ gpsc શિક્ષણ સેવા વર્ગ  2 માં પસંદગી પામી સરકારી હાઈસ્કૂલ ભાણવડ ખાતે પ્રિન્સિપાલ તરીકે નિમાયા. હું 2001 માં ડેપ્યુટેશન પર બીઆરસી કો.ઓ. તરીકે ભાણવડ પસંદગી પામ્યો. પણ સાહેબનું પરોક્ષ માર્ગદર્શન કાયમી રહ્યું. સાહેબ 10 વર્ષ હાઇસ્કૂલ માં પ્રિન્સિપાલ રહ્યા. સાહેબના કામની સૌથી મોટી ઓળખ નાનામાં નાનું કામ કરવામાં ક્યારેય નાનપ ના અનુભવે . , નાનામાં નાના માણસને પણ મોટેરા જેટલું માન આપે. પછી એ સ્કૂલ ની સફાઈનું કામ હોય કે ઓફીસ નો વહીવટ હોય. વહીવટમાં એકદમ કુશળ અને શિક્ષકોની તાલીમમાં એમનું ધારદાર , અસરદાર શૈલીમાં તાલીમ પ્રેઝન્ટેશન ખૂબ જ મોટિવેશન આપનારું બની જતું. અમારા માટે તો ખૂબ મોટું પ્રોત્સાહન બની રહેતું. એક પણ કર્મચારીને ઉતારી પાડવાની ઘટના 6 વર્ષના તેઓના કેળવણી નિરીક્ષકના સમયગાળામાં ક્યારેય જોઈ નથી. હોદ્દાનો પાવર જેને જરૂર હોય એને ચોક્કસ બતાવતા. કામચોર શિક્ષકોને પાઠ ભણાવ્યાના દાખલા અમે જોયા છે. પણ હોદ્દાનો દુરુપયોગ ક્યારેય નહીં. કોઈ પણ જગ્યાએ એમના વક્તવ્યમાં નકારાત્મકતા જોઈ નથી. તેઓના વક્તવ્ય પછી મોટા ભાગના શિક્ષકો ચાર્જ થઈ જતા અને ડબલ ઉત્સાહથી કામ કરતા. ક્લાસ મેનેજમેન્ટ અને વર્ગવ્યવહાર પરના એમના લેકચર ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહેતા. પછી પોરબંદર ડીપીઈઓ તરીકે પ્રમોશન પામ્યા.સર પોરબંદર હતા તોય અમારી બેટરી ચાર્જ કરવાનો એક પણ મોકો જતો ના કરતા. ત્યાંના સારા શિક્ષકોના innovative કામ અમારી સાથે શેર કરતા અને અમારા જેવા શિક્ષકોની ત્યાં પોરબંદર જિલ્લામાં ઓળખ આપીને અમને indirect પણ પ્રોત્સાહન પુરું પાડતા. અને પછી ત્યાંથી રાજ્ય પરીક્ષા બોર્ડમાં સચિવ તરીકે નિમાયા.હું 2018 થી કન્યા શાળામાં આચાર્ય તરીકે આવ્યો. શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ થયું. એક પણ સરકારી શિક્ષક વગર છેલ્લા દોઢ વર્ષથી ક્યાંક જાતે અને ક્યાંક દાતાઓના સહયોગથી ધોરણ 1 થી 5 માં કુલ 66 વિદ્યાર્થીઓ સાથે 3 પ્રાઇવેટ શિક્ષકોની મદદથી આ શાળા ચાલે છે. સાહેબને મેં એક જ વાર આ શિક્ષકના પગાર માટે વાત કરી હતી અને સાહેબે એક શિક્ષકનો 1 વર્ષનો પગાર કુલ 50000 , રૂપિયા પચાસ હજાર જેટલું દાન એ શિક્ષકના direct ખાતામાં જમા કરાવીને કર્યું છે. અમારા જેવા શિક્ષકોની તેઓ અત્યારે ભાણવડ નથી તો પણ આવડી મોટી મદદ કરીને અમને કામ કરવામાં મોટો બુસ્ટર ડોઝ આપીને પ્રોત્સાહિત કર્યા છે. આ ઋણ કાયમી માથે રહેશે. સર જીસીઈઆરટી રીડરમાંથી  બદલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે રાજકોટ થઈ છે ત્યારે આવા હસમુખા , કામ એજ પોતાની ઓળખ.. હંમેશા ઓછું બોલવાનું ,  પણ કામ સૌથી વઘુ કરવાનું. એ એમનું લક્ષ રહ્યું છે. રાજકોટ હોમગ્રાઉન્ડમાં દરેક જગ્યાની જેમ પોતાના ઉત્તમ performace થકી સૌના પ્રીતિ પાત્ર બનવાના છે. એ 100 ટકાની વાત છે. સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા.. 

લિ. સાહેબનો શિષ્ય.. 

Shankarsinh Baria

Head teacher 

Kanya shala Bhanvad

9979022100

Tuesday, January 28, 2020

26th Performance of my school Kanya Shala bhanvad


Saturday, August 4, 2018

Annual Day Kanya shala Bhanvad

Saturday, March 30, 2013

GUNOTSAV - 4 Kamgiri letter




Thursday, March 28, 2013

Block news letter PRERNA Ank 3









Block News letter Ank 2









Block News letter PRERNA Ank 1









Wednesday, March 20, 2013

Urgent for new bharti