Wednesday, February 20, 2013

BADGET OUR GUJARAT GOVT : 



- ખેડૂતોને પાકવીમા માટે રૂ. 657 કરોડની ફાળવણી, એચઆર મેનેનેજમેન્ટ માટે 10 કરોડની ફાળવણી
- જીસ્વાનને સુદ્રઢ બનાવવા 30 કરોડની ફાળવણી, વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી માટે 207 કરોડની ફાળવણી
- ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે 59 કરોડની ફાળવણી, ખેડૂતોને ઓનલાઇન પોર્ટથી માહિતી અપાશે
- સરદાર સરોવરની ઊંચાઇ 138.68 મીટર કરાશે

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા અત્યારે બજેટ સત્રનું ભાષણ શરૂ કરી દીધી છે અને વિવિધ ક્ષેત્રે કરવામાં આવનાર ફાળવણીની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. આ બજેટમાં ખેડૂતો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

નીતિન પટેલ દ્વારા ખેડૂતોને પાકવીમા માટે રૂ. 657 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે 59 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે રૂ. 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વૃક્ષાનો વાવેત માટે રૂ. 186 કરોડ, સિંહોના રક્ષણ માટે રૂ. 12 કરોડ, ખેડૂતોને વિનામૂલ્યે કીટ આપવા માટે રૂ. 46 કરોડ, કઠોળ પાક માટે રૂ. 10 કરોડ, નર્મદા નહેરના કામ માટે જમીન સંપાદન કરવા રૂ. 761 કરોડ , સ્પીપા તાલીમ અને સંશોધન પ્રવૃત્તિ રૂ. 19 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

No comments:

Post a Comment